માહિતી અને પ્રસારણ મંત્રી એમ વૈકેંયા નાયડુ અને રાજયમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે ગઈકાલે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં વર્ષ ર૦૧૪ અને ર૦૧પ માટે આકાશવાણીના વાર્ષિક પુરસ્કાર એનાયત કર્યા છે

માહિતી અને પ્રસારણ મંત્રી એમ વૈકેંયા નાયડુ અને રાજયમંત્રી રાજયવર્ધનસિંહ
રાઠોડે ગઈકાલે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં વર્ષ ર૦૧૪ અને ર૦૧પ માટે
આકાશવાણીના વાર્ષિક પુરસ્કાર એનાયત કર્યા છે. પ્રોગ્રામ પ્રોડકશન, સમાચાર, મેનેજમેન્ટ
અને શ્રોતા સંશોધનમાં તેમના પ્રશંસનીય કામ માટે આકાશવાણીના કર્મચારીઓને પુરસ્કાર
આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ ઓલ ઈÂન્ડયા રેડીયોને એક મહાન
સંસ્થા તરીકે વર્ણવ્યું હતું અને જણાવ્યું હતું કે તે વિશ્વની સૌથી મોટી જાહેર સેવા પ્રસારણ
સેવા છે. તેમણે જણાવ્યું કે, આકાશવાણીએ તેના નવીન કાર્યક્રમો સાથેની પરંપરાગત શૈલી
ચાલુ રાખી છે અને લોકોને આ સંસ્થામાં ખુબ વિશ્વાસ છે. શ્રી નાયડુએ કહયું હતું કે સરકાર,
મીડીયા અને અભીવ્યકિતની પુર્ણ સ્વતંત્રતા માટે પ્રતિબધ્ધ છે અને દેશમાં આના પર કોઈ
પ્રકારનો પ્રતિબંધ નથી.