સ્વીત્ઝર્લેન્ડે પોતાની બેન્કોમાં શંકાસ્પદ ખાતા ધરાવનારા ભારતીયોની માહિતી આપવાની સ્વયંસંચાલિત વ્યવસ્થાને મંજૂરી આપી છે

સ્વીત્ઝર્લેન્ડે પોતાની બેન્કોમાં શંકાસ્પદ ખાતા ધરાવનારા ભારતીયોની માહિતી
આપવાની સ્વયંસંચાલિત વ્યવસ્થાને મંજૂરી આપી છે. આ વ્યવસ્થા અંતર્ગત ખાતાધારકની
ગુપ્તતા અને માહિતીની સલામતિનું ચૂસ્ત પાલન થતું હોવા છતાં શંકાસ્પદ કાળા નાણાંના
ખાતાની માહિતી ભારત અને બીજા ૪૦ દેશોની સરકારોને આપોઆપ માહિતી મળી જાય
છે. સ્વીસ મહાસંઘીય સમિતિએ જણાવ્યું કે, આ વ્યવસ્થાનો અમલ ૨૦૧૮થી કરાશે અને
પહેલી માહિતી ૨૦૧૯માં આપવામાં આવશે. નવી વ્યવસ્થા માટે લોકમત લેવાની જરૂર
નહીં હોવાથી તેના અમલમાં કાર્યવાહીને લગતો કોઈ વિલંબ નહીં થાય.