મુંબઈ સિરીયલ બ્લાસ્ટમાં પાકની ભૂમિકા

લે. વેન્કટ પરસા, રાજકીય સમીક્ષક.

ત્રાસવાદી અને વિનાશક પ્રવૃત્તિઓ અંગેની ખાસ TADA કોર્ટે ૧૯૯૩ ના મુંબઈ સીરીઅલ બ્લાસ્ટ્સ કેસમાં આપેલો ચુકાદો એક સીમા-સ્તંભરૂપ છે. ચુકાદામાં પાકિસ્તાનની ભૂમિકા સ્પષ્ટ થઇ છે, તેણે ભારતમાં અત્યાર સુધીના સૌથી ખરાબ ત્રાસવાદી હુમલામાંના એક મનાતા હુમલાની યોજના બનાવી, તેને અમલમાં મૂકી અને એમાં મદદ પણ કરી.
બોબ હુમલા માટે RDX અને વિનાશક હથિયારો એકત્ર કરવા, ભ્રમિત લોકોના મનમાં પોતાના મત બેસાડવા, તેઓને શસ્ત્રો વાપરવાની તાલીમ આપવી અને પાકિસ્તાન દ્વારા સમગ્ર ઓપરેશનની યોજના કરવી- એ બધું કોઈ પણ શંકા વગર સ્પષ્ટ પણે સામે આવી ગયું છે.
તે પુરાવા પુરા પાડે છે, જો પાકિસ્તાનની ભૂમિકા નક્કી કરવા માટે પુરાવાની જરુર હોય તો.
આ દુનિયામાં સૌથી જઘન્ય સીરીઅલ બ્લાસ્ટ્સમાંથી એક હતા. એ દુર્ભાગ્ય છે કે ૧૯૯3 માં બહાર આવેલી પાકિસ્તાનની ત્રાસવાદી યોજનાઓ હજી વણથંભી ચાલતી જ રહી છે. પાકિસ્તાન ત્યારથી વૈશ્વિક ત્રાસવાદના કેન્દ્ર તરીકે કુખ્યાત થયું છે.
ચુકાદો સીમા-સ્થંભ રૂપ છે કારણ કે તે ભારતીય કાનૂની પદ્ધતિની પરિપક્વતા પુરવાર કરે છે. ભારતીય ન્યાય પ્રણાલીએ દેખાડ્યું છે કે તે ક્યારેય બંદુકો નથી લ્હેરાવતું. જયારે અજમલ કસબ રંગે હાથ પકડાયો ત્યારે એને પણ કાનૂની મદદ લેવાની છૂટ અપાઈ હતી, ત્યાં સુધી કે તેને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાની છૂટ પણ મળી હતી.
ચોવીસ વર્ષના ગાળા છતાં સ્પેશીયલ ટાડા કોર્ટે વિસ્ફોટોમાં જાન ગુમાવનારાના નજીકના લોકોનો વિશ્વાસ ફરી દ્રઢ થાય એવો ચુકાદો આપ્યો. ૨૦૦૭માં એક ચુકાદો આવ્યો હતો અને આ બીજો ચુકાદો છે, ૨૦૦૭માં ૧૦૦ જણને ગુનેગાર ઠરાવાયા હતા અને ૨૩ ને છોડી મુકાયા હતા. તેમાં ૨૦૧૫માં યાકુબ મેમેણ ની ફાંસી સામેલ છે. એ પણ નોંધપાત્ર છે કે ફિલ્મ અભિનેતા સંજય દત્ત પણ ગુનેગાર હતા અને એમને પણ જેલની સજા અપાઈ હતી. જો કે સંજય દત્તની ભુમિકા કાવતરામાં હતી, એમને શસ્ત્ર ધારા હેઠળ ગુનેગાર ગણાય હતા- એ દેખાડે છે કે કાયદાથી ઉપર કોઈ નથી.
આ કેસમાં મુખ્ય બાબત રહી સંખ્યાબંધ બોમ્બ વિસ્ફોટો કરવા માટે બનાવાયેલા કાવતરાને ખુલ્લું પાડવું. એ વખતે પોલીસે મુંબઈમાં ૧૨ જગ્યાએ થયેલા અને ૨૫૭ લોકોના જાન લેનારા હુમલાની તપાસનું ભગીરથ કામ કર્યું હતું.
આવા કેસમાં એ સાબિત થાય છે કે દરેક મોત એક લાંબી ચાલનારી પ્રક્રિયા બની રહે છે. સી.બી.આઈ.એ મરણ અને ઘાયલોની સંખ્યામાં ઘટાડો કરીને ટ્રાયલ માટે સરળતા ઉભી કરી અને ટ્રાયલ ઝડપી પણ બનાવી.
ગુનેગારોને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવવાના મજબુત અને સખત પ્રયાસ કરવા માટે તપાસ ટીમો અને સ્પેશીયલ ટાડા કોર્ટ પ્રશંસાને પાત્ર છે.