વસ્તુ અને સેવા કર – જીએસટી પરિષદે કાઉન્સીલે જીએસટી અમલમાં મુકાયા બાદ પહેલા બે મહિના માટે ઉદ્યોગો માટેના રિટર્ન ફાઇલ કરવાના નિયમો હળવા કર્યા – ૧૦ ઓગસ્ટની જગ્યાએ ૫ સપ્ટેમ્બર સુધી રીટર્ન ભરી શકાશે.

વસ્તુ અને સેવા કર પરિષદ – જીએસટી કાઉન્સીલે જીએસટી અમલમાં મુકાયા બાદ
પહેલા બે મહિના માટે ઉદ્યોગો માટેના રિટર્ન ફાઇલ કરવાના નિયમો હળવા કરવાનો નિર્ણય
કર્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ ગઇકાલે નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે, નવી
જીએસટી વ્યવસ્થા માટે સજ્જ થવા ઉદ્યોગોને પુરતો સમય આપવા બે મહિના માટે નિયમો
હળવા કરાયા છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી ઉદ્યોગોને સમયસર રિટર્ન ભરવા પડશે.
જીએસટી કાઉÂન્સલે નક્કી કરાયેલી રિટર્ન ફાઇલ કરવાની સુધારિત સમય મર્યાદા
મુજબ જુલાઇ મહિના માટે ઉદ્યોગો ૧૦ ઓગસ્ટની જગ્યાએ ૫ સપ્ટેમ્બર સુધી વેચાણ વેરો
રિટર્ન ભરી શકાશે. જયારે ઓગસ્ટ મહિનાના વેચાણ ચલાણ ૧૦ સપ્ટેમ્બરની જગ્યાએ ૨૦
સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.