વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૩ લાખથી વધુ નાગરિકોએ યોગાભ્યાસના કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. હજુ વધુને વધુ નાગરિકો સ્વેચ્છાએ જાડાઇ રહ્યાં છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૩ લાખથી વધુ
નાગરિકોએ યોગાભ્યાસના કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. હજુ વધુને વધુ નાગરિકો
સ્વેચ્છાએ જાડાઇ રહ્યાં છે. જિલ્લામાં યોગ નિર્દશનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં
છે. જિલ્લા મથક ગોધરા ખાતે પાંચ કાર્યક્રમો યોજાવવાના છે. જેમાં મુખ્ય કાર્યક્રમ પોલીસ
પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, શારદા વિદ્યા મંદિર
અને પરવડીની જય જલારામ સ્કૂલના ચાર ઉપરાંત, નહેરૂ બાગ અને સ્ટુઅર્ટ લાઇબ્રેરી ખાતે
કાર્યક્રમો યોજાશે. વધુમાં દરેક તાલુકા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ શાળા અને કોલેજામાં
યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાશે. યોગ નિદર્શનના કાર્યક્રમમાં ભાગ લેનાર તેમની
અનુકૂળતા મુજબ સ્થળની પસંદગી કરી શકશે. યોગાભ્યાસની તાલીમ પણ આ સ્થળોએ
આપવામાં આવી રહી છે.