ઓરિસ્સાના રાયગઢ અને કાલાહાંડી જિલ્લાઓમાં પૂરની પરિÂસ્થતિ વિકટ બની. ભારે વરસાદના પગલે ગુજરાતમાં ૧૫નાં મોત.

ઓડિસ્સાના રાયગડા અને કલહાંડી જિલ્લાઓ ભારે વરસાદ અને પૂરના પાણીથી શનિવારથી હજારો ગામ લોકો સંપર્ક વિહોણા  બની ગયા છે.

રાયગડાના કલ્યાણી સિંગપુર બ્લોક અને કલહાંડીના થાઉમલ રામપુર બ્લોકમાં પૂરના પાણીથી કેટલાક ગામો અસરગ્રસ્ત થયા હતા.

કલ્યાણસિંગપુર બ્લોકના લગભગ ૮૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેથી આ બ્લોકની તમામ શાળાઓ અને આસપાસના વિસ્તારોને બંધ કરવામાં આવ્યા છે. રાજય સરકારે, લશ્કર અને હવાઇદળની મદદ માંગી છે.

ભારતીય હવાઇ હેલીકોપ્ટરને સવારે રાયગઢા ખાતે રાહતકામગીરી માટે મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા ત્રણ દિવસથી ઘણા વિસ્તારો અસરગ્રસ્ત પામ્યા છે. અને ૧૫ લોકના મોત થયા છે. ૧૧ જેટલી ટ્રોને રદ કરવામાં આવી છે. અને અન્ય ટ્રેનોને સલામત માર્ગે વાળવામાં આવી છે. એનડીઆરએફ ટુકડીએ જામનગર જિલ્લાના જાડીયા ગામમાં પૂરથી અસર પામેલા ૨૦ લોકોને બચાવી લીધા છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો નીચાણવાળા વિસ્તારોમાં પીવાના પાણી, દવાઓ અને ખોરાક લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ લોકોને પૂરના પાણી અને ઓવરફલો થતા બંધ પાસે ન જવા ચેતવણી આપવામાં આવી છે.