જીએસટીના અમલીકરણની સ્થતિની સમીક્ષા માટે અને નવીદિલ્હીમાં જીએસટી પરિષદની બેઠક મળશે.

જી.એસ.ટી. પરિષદની આજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પહેલી જુલાઇથી અમલમાં મુકાયેલ જી.એસ.ટી. વેરો અને ત્યારપછીની સ્થતીની સમીક્ષા કરાશે.

જી.એસ.ટી. વેરો અમલમાં મુકાયા પછી પરિષદની બેઠક પ્રથમવાર યોજાઇ રહી છે. નાણામંત્રી અરૂણ જેટલીના અધ્યક્ષપદે જી.એસ.ટી. પરિષદની આજે યોજાનારી બેઠક વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાશે.

આ પરીષદમાં વેરાના અમલીકરણ બાદ સમગ્ર દેશના અહેવાલની સમીક્ષા કરાશે.