પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પનામા પેપર કૌભાંડમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીશ્રી નવાઝ શરીફ સામે સુનાવણી શરૂ કરી.

પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમના પરીવારજનો સામેના પનામા ગેટ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી હાથ ધરી છે.

સર્વોચ્ચ અદાલતની આસપાસ સલામતીની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેન્જરોની સાથે ૭૦૦ પોલીસ જવાનો અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.

સર્વોચ્ચ અદાલતે પ્રધાનમંત્રી શરીફ સામેના મની લોન્ડરીંગ કેસમાં તપાસ કરવા રચેલી છ સભ્યોની સંયુક્ત તપાસ ટુકડીએ તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને આપી દીધો છે.

તપાસ ટુકડીને આરોપીઓની આવક અને વાસ્તવિક સંપત્તિ વચ્ચે નોંધપાત્ર અસમાનતા જણાતા તપાસ ટુકડીએ સંભવિતો સામે ભ્રષ્ટાચારનો કેસ ફાઇલ કરવાની ભલામણ કરી છે.

મુખ્ય વિપક્ષોએ પ્રધાનમંત્રી શરીફને તેમનું નામ આરોપીથી મુક્ત ન થાય ત્યાં સુધી પદ ઉપરથી ખસી જવાની માગણી કરી છે.

જા કે શરીફે તપાસ ટુકડીના અહેવાલને ફગાવીને પદ છોડવાની વિપક્ષની માગણી  પણ નકારી કાઢી છે.

ગયા વર્ષે પનામા પેપરમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, શરીફના જે સંતાનો વિદેશમાં કંપનીઓ ધરાવે છે તેમની અસ્કયામતોની વિગતો કુંટુબના નિવેદનમાં દર્શાવવામાં આવી હતી.