રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હાલ મતદાન ચાલી રહ્યું છે.

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાલ મતદાન ચાલી રહ્યું છે.

સંસદસભ્યો અને ધારાસભ્યો પાર્લામેન્ટ હાઉસ તથા રાજ્ય વિધાનસભાઓના સંકુલમાં મતદાન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ધારાસભ્ય તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે મતદાન કર્યું છે.

બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ રામનાથ કોવિંદ અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ મીરાકુમાર વચ્ચે આ ચૂંટણીમાં સીધો મુકાબલો થઇ રહ્યો છે.