સંસદના ચોમાસુસત્રનો આજથી આરંભ, અમરનાથયાત્રામાં ત્રાસવાદનો ભોગ બનેલા લોકો તથા હાલના અને ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે, સંસદનું ચોમાસું સત્ર ફળદાયી વ્યક્ત કરી છે કે, સંંસદનું ચોમાસુ સત્ર ફળદાયી નીવડશે.

સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચોમાસુ જેમ આશાનું નવું કિરણ લાવે છે. તેમ સંસદનું આ સત્ર પણ નવી આશા સાથે શરૂ થઇ રહ્યું છે.

તેમણે જી.એસ.ટી.માં સાથે મળીને મજબૂત બની વિકાસ સાધવાની વાત છે, તેમ આ વિચાર સંસદના સત્ર દરમ્યાન રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, જી.એસ.ટી. વેરાએ,  એ બાબત પુરવાર કરી છે કે, બધા જ પક્ષો સાથે મળીને દેશ માટે કંઇક કરે છે ત્યારે તેનું ફળ શુભ જ હોય છે.