હવે આપ સમીક્ષા સાંભળશો.

સંસદ સમક્ષના મુદ્દાઓ

લેખક અશોક હાંડુ, રાજકીય સમીક્ષક

સંસદનું આજથી શરૂ થનાર ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે. કારણ કે, કાશ્મીરમાં અમરનાથના યાત્રિકો ઉપર તાજેતરમાં થયેલ હુમલાને કાશ્મીરની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાથે સાંકળી લેવા વિપક્ષો ઉત્સુક છે.

સામે પક્ષે સરકાર અમરનાથના યાત્રિકો ઉપર થયેલા હુમલા બાદ કાશ્મીરના લોકોએ જે રીતે ઉગ્રતાથી આતંકવાદ વિરોધી પ્રતિભાવ આપ્યો છે તેને કાશ્મીરીયત આજે પણ ધબકતી છે તેમ જણાવી વિપક્ષના સંભવિત આક્ષેપોનો જવાબ આપવા તૈયાર છે.

એ જ રીતે વિપક્ષ ખેડૂતોના ખાસ કરીને મધ્યપ્રદેશના ખેડૂતોએ કરેલા આંદોલનનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવે તેવી શકયતા છે.

ખેડૂતો સ્વામીનાથન સમિતિના અહેવાલના અમલીકરણ થકી કૃષિ ઉત્પાદનો માટે સારા ભાવની માગણી કરી રહ્યા છે.

ખેડૂતોની દુઃખદ સ્થતિએ સરકાર અને વિપક્ષ બંને માટે ચિંતાનો વિષય છે.

આ પાર્શ્વભૂમિમાં કેટલીક રાજ્ય સરકારો કૃષિ ધિરાણ માફીની યોજના અમલમાં મુકતા આ ક્ષેત્ર ધિરાણ માફીની માગણી તીવ્ર બની છે. જાકે કૃષિ ધિરાણ માફી એ ખેડૂતો માટે હંગામી રાહત આપનારૂં પગલું બની રહેશે. વાસ્તવમાં ઓછો પાક અને ધારણા કરતાં વધુ પાક આ બંને પરિÂસ્થતિઓનો ઉકેલ ખેડૂતો માંગી રહ્યા છે.

એવી રીતે વિપક્ષો વસ્તુ અને સેવા કર – જીએસટી વેરો સરકાર દ્વારા જે રીતે ઉતાવળીયો નિર્ણય કરી અમલમાં મુકાયો છે. એ બાબત પણ ગૃહમાં ઉઠાવાય એવી શકયતા છે.

જા કે સરકારનું માનવું છે કે, જીએસટી વેરાનો અમલ દેશના હિતને ધ્યાનમાં રાખી લેવાયેલો છે. તેમજ દિર્ઘ વિચારણાના અંતે લેવાયેલો છે. આજે ૧૭મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાંસદ મતદાન કરશે. જા કે તેમને પોતાના રાજ્યના પાટનગરોમાં પણ મતદાન કરવાનો વિકલ્પ છે.

એનડીએ મોરચાએ રાષ્ટ્રપતિપદના ઉમદેવાર તરીકે ભૂતપૂર્વ રાજ્યપાલ રામનાથ કોવિંદની પસંદગી કરી છે. તો વિપક્ષ લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષા મીરાંકુમારને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમના ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે.

રાષ્ટ્રપતિ પદેથી વિદાય લઇ રહેલાં શ્રી પ્રણવ મુખરજીને સાંસદો દ્વારા ૨૩મી જુલાઇએ વિદાય અપાશે. લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજન આ પ્રસંગે ખાસ સંબોધન કરશે અને શ્રી મુખરજીને સ્મૃતિ ચિહન અર્પણ કરશે.

આ ઉપરાંત પાંચમી ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષોએ મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીની પસંદગી કરી છે.

સરકારના પક્ષે જાવા જાઇએ તો ચર્ચા અને કેટલાક વિધેયકોને બહાલી આપવામાં આવશે. નાણામંત્રાલયે એકથી વધુ વિધેયકો ગૃહમાં રજૂ કરે તેવી સંભાવના છે. આ બધા વિધેયકોમાં ગયા મે મહિનામાં બહાર પાડેલા વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવા રજુ થનાર બેન્કિંગ વ્યવસ્થા સુધારક સૌથી અગ્ર સ્થાને રહેશે.

સરકારે આ વટહુકમ દ્વારા ધિરાણની પરત ચુકવણી ન થાય તો જરૂરી પ્રક્રિયા માટે બેન્કોને નિર્દેશ આપ્યા છે. આ વિધેયક જાહેર ક્ષેત્રના બેન્કોમાં આશરે આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ બેન્કોમાં પાછી ફરી નથી. તે અંગે  નિર્દેશો આપશે.

ભારતીય સ્ટેટ બેન્ક ધારો ૧૯૫૯ રદ કરવાની બાબત પણ સંસદની કામગીરીમાં અગ્રસ્થાને રહેશે.

એવી જ રીતે નાબાર્ડનું ભંડોળ હાલ પાંચ હજાર કરોડ રૂપિયા છે તે વધારીને ૩૦ હજાર કરોડ  રૂપિયા કરવા કેન્દ્ર સરકારને વધુ સત્તા આપવાની દરખાસ્ત આ વિધેયકમાં સમાવવામાં આવી છે.

આ ઉપરાંત વેરા મુક્ત ગ્રેજ્યુઇટીની મહત્તમ ૨૦ લાખ રૂપિયા કરવાની તથા દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાકીય સુવિધાઓ વધારવા અંગેના વિધયેકો ગૃહમાં રજુ થાય તેવી સંભાવના છે.