ઉત્તરપ્રદેશ સરકારે ગોરખપુરની મેડીકલ કોલેજમાં ૬૦ બાળકોના મૃત્યુનું કારણ માટે એક સમિતિની રચના કરી છે. સત્તાવાળાઓએ ઓકસીજન સિલિન્ડરના અભાવના કારણે મૃત્યુ થયા હોવાનો ઇન્કાર કર્યો છે.

ઉત્તરપ્રદેશના ગોરખપુરની બીઆરડી મેડીકલ કોલેજ હોÂસ્પટલમાં ઓકસીજન સિલિન્ડરના અભાવે કેટલાંક દર્દીઓના મોત થયા હોવાના અહેવાલને ઉત્તરપ્રદેશ સરકારે નકારી કાઢયા છે. રાજય સરકાર દ્વારા ગઈકાલે સ્પષ્ટતા કરાઈ કે મેડીકલ કોલેજમાં આવી કોઈ ઘટના બની જ નથી. દરમ્યાન ઉત્તરપ્રદેશ સરકારે મેડીકલ કોલેજમાં બાળકોના મૃત્યુ વિશે કારણો જાણવા માટે એક સમિતિની રચના કરી છે. રાજયના આરોગ્યમંત્રી સિધ્ધાર્થનાથ સિંહે જણાવ્યું છે કે ૭ ઓગષ્ટથી અન્ય રોગોના કારણે ૬૦ બાળકો મૃત્યુ પામ્યા છે. ઓકસીજન સિલિન્ડરના અભાવના કારણે મૃત્યુ પામ્યા નથી. જિલ્લા મેજીસ્ટ્રેટ ગોરખપુરે બાળકોના મૃત્યુના ચોકકસ કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે