કોરિયાઈ દ્વિપકલ્પ માટે તંગદિલીનો સમય.

લેખક ઃ ડો.જગન્નાથ પાંડા, આઈડીએસએના પુર્વ એશિયા કેન્દ્રના સંયોજક

પ્રશાંત મહાસાગરના ગુઆમ ટાપુ પરના અમેરિકાના લશ્કરી મથક પર મિસાઈલ હુમલો કરવાની ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખની ધમકી પછી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની તંગદિલી નવા સ્તરે પહોંચી છે. સમો પક્ષે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે આવા પગલાંની ઉત્તર કોરિયાએ ભારે કિંમત ચુકવવી પડશે અને તે ઉત્તર કોરિયા પ્રશાસનનો વિનાશ નોતરશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી જીમ મેટ્રીસે તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયાની લશ્કરી તાકાત અમેરિકા સામે કશી જ નથી તેથી તેણે આવુ દુઃસાહસ નહીં કરે.

જા કે ગુઆમ પર ઉત્તર કોરિયા દ્વારા હુમલો થવાની શકયતા બહુ ઓછી છે. તેમ છતાં કીમ જાંગ ઉનના તરંગી સ્વભાવને લીધે આ શકયતાને તદૃન નકારી શકાય તેમ પણ નથી.

કીમ જાંગ ઉનના શબ્દોમાં ડર જરૂર વ્યકત થાય છે, પરંતુ તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોના કારણે દુનિયાનું ધ્યાન ખેંચાય પછી તેનો વિશ્વાસ કેટલી હદે વધ્યો છે તે અજાણ્યું નથી.

ટ્રમ્પની આગેવાની હેઠળનું અમેરિકી વહીવટીતંત્ર હજી સુધી તો ઉત્તર કોરિયા પર દબાણ અને પ્રતિબંધો લાદવાના પરંપરાગત ઉપાયો જ અનુસરી રહયું છે. હકીકતમાં અમેરિકાના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિ – યુએનએસએલ એ ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લાદયા છે. સમિતિના ર૦૧૭ ના ઠરાવ ર૩૭૧ થી ઉત્તર કોરિયાની આવક પર કાપ મુકાશે અને લગભગ એક અબજ અમેરિકી ડોલરનો ઘટાડો થશે જે તેના પરમાણુ અને બેલાÂસ્ટક મિસાઈલ કાર્યક્રમ માટે કામ આવી શકી હોત. આ ઠરાવની ઉત્તર કોરિયાની આવકના ચાર મુખ્ય †ોત કોલસો, લોખંડ અને કાચુ લોખંડ તથા સીસુ અને સીસાનું ખનિજ તેમજ દરિયાઈ ખોરાકી ચીજાની નિકાસ અટકી જશે. કીમ જાંગ ઉન વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણને ખાળવા ટ્રમ્પ વહીવટીતંત્ર પર શાÂબ્દક હુમલા કરી રહયાં છે.

આમ જુઓ તો અમેરિકા પરના નિર્ભિક શાÂબ્દક હુમલા એ ઉત્તર કોરિયાની ચતુર વ્યૂહ રચના છે. તેનો આશય ધીરે ધીરે એવી ભૂમિકા તૈયાર કરવાનો છે જેથી ઉત્તર કોરિયા તરફ ખાસ અને સીધુ ધ્યાન આપવાની ખાસ જરૂર છે એવુ માનવાની અમેરિકાને ફરજ પડે. આંતરરાષ્ટ્રીય દબાણને પોતાના શાસનની તરફેણમાં વાળવા કીમ જાંગ ઉનની આ લાંબાગાળાની ગણતરીપુર્વકની ચાલ છે. જેથી અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય ઉત્તર કોરિયાને પરમાણુ સત્તા તરીકે સ્વીકારે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરે. જેથી ઉત્તર કોરિયા અમેરિકાને ધમકીઓ આપવાનું ચાલુ રાખી શકે.

ગુઆમ ટાપુ પર હુમલો કરવાનું કીમ જાંગ ઉન માટે જાખમી છે પરંતુ યથાÂસ્થતિમાં ખલેલ પાડવા ખલેલ પાડવા તે કંઈક અણધાર્યુ કરવા ઈચ્છશે. તેથી ગુઆમ ટાપુ પર મિસાઈલ છોડવાનું શકય હોવા છતાં કીમ જાંગ ઉન કદાચ એવી રીતે મીસાઈલ છોડશે કે જે ગુઆમ પહોંચતા પહેલા અધવચ્ચે ફુટી જાય. ગુઆમ ટાપુ પર મીસાઈલ છોડવાનો હેતુ જા કે ઉત્તર કોરિયાને ત્રણ રીતે મદદ કરશે. પહેલુ એસિયા – પ્રશાંત વિસ્તારમાં અÂસ્થરતા ચાલુ રહે. બીજુ પોતાની આંતરખંડીય બેલાÂસ્ટક મીસાઈલ ક્ષમતા દુનિયાને દેખાડી શકે અને ત્રીજુ આ હુમલાથી દક્ષિણ કોરિયા અને જાપાનમાં ભયનું વાતાવરણ ઉભુ કરી શકાય. ઉત્તર કોરિયા માને છે કે તેના આવા પગલાથી ઈશાન એશિયામાં બગડી રહેલી સલામતિની પરિÂસ્થતિનો ઉકેલ વિચારવાની ચીન અને તેના વિશ્વાસપાત્ર સાથી દેશોને પ ફરજ પડશે.

ભારત પણ ઈશાન એશિયામાં બદલાઈ રહેલા રાજકીય વાતાવરણ અંગે ખાસ તકેદારી રાખી રહયું છે. ઉત્તર કોરિયાના મીસાઈલ પરીક્ષણોને તેણે વખોડી કાઢયા છે. ભારતે એમ પણ કહયું છે કે ઉત્તર કોરીયાના આ પરીક્ષણોથી ભારતના પાડોશી દેશો માટે સલામતીની ચિંતાનો વિષય રહેશે. ભારતે પરિÂસ્થતિ પર ઝીણવટભરી નજર રાખવી જ પડશે.