ગુજરાતના જિલ્લા ક્લેક્ટરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ભારત અંગે વિચારણા કરવા કરેલા અનુરોધના પગલે વિઝન ડોક્યુમેન્ટ બનાવવાની શરૂઆત કરી છે.

ગુજરાતના જિલ્લા ક્લેક્ટરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ભારત અંગે વિચારણા કરવા કરેલા અનુરોધના પગલે વિઝન ડોક્યુમેન્ટ બનાવવાની શરૂઆત કરી છે.

અમદાવાદના જિલ્લા ક્લેક્ટર અવંતિકા સિંહે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે વિઝન ડોક્યુમેન્ટ અંગેના સૂચનો મંગાવ્યા છે. તેમણે પ્રધાનમંત્રીની આ નવતર પહલને આવકારીને જણાવ્યું હતું કે, તે હિંદ છોડો આંદોલન જેવો જ નવો વિચાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વિઝન ડોક્યુમેન્ટમાં આરોગ્ય, શિક્ષણ અને ઝૂંપડપટ્ટી વિનાનું સ્માર્ટ શહેર આ બાબતો ઉપર ખાસ ભાર મૂકાશે. ખેડાના જિલ્લા ક્લેક્ટર ડોક્ટર કુલદીપ આર્યે કહ્યું કે, તેઓ આધારને લોકપ્રિય બનાવવાની બાબતને અગ્રતા આપશે. જ્યારે મહેસાણા જિલ્લા ક્લેક્ટર આલોક પાંડેએ જણાવ્યું કે, તેઓ લોક કલ્યાણના કામો છેવાડાના વિસ્તારો સુધી અમલમાં મૂકાય તે બાબતને કેન્દ્રમાં રાખશે.