જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં વાસ્તવિકતા નિયંત્રણ રેખા ખાતે પાકિસ્તાને આજે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારે તોપમારો કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના મંડેર ક્ષેત્રમાં વાસ્તવિકતા નિયંત્રણ  રેખા ખાતે પાકિસ્તાને આજે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારે તોપમારો કર્યો છે.

આ વિસ્તારના ગોહલાદ કલરન ગામમાં તોપગોળાના કારણે ૪૦ વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. અમારા સંવાદદાતા સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને જણાવે છે કે, પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના આજે સવારે પાંચ વાગ્યે ભારતીય ચોકી અને નાગરિક વિસ્તારમાં ગોળીબાર અને તોપમારો શરૂ કર્યો હતો. આ ગોળીબાર અને તોપમારો  આશરે અઢીથી ત્રણ  કલાક સુધી ચાલ્યો હતો.