દેશનાં ઔદ્યોગિક ઉત્પાદનમાં આ વર્ષે જૂન માસમાં શૂન્ય પોઈન્ટ એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશનાં ઔદ્યોગિક ઉત્પાદનમાં આ વર્ષે જૂન માસમાં શૂન્ય પોઈન્ટ એક ટકાનો ઘટાડો નોંધાયો છે. મુખ્યત્વે ઉત્પાદન અને મૂડીગત માલસામાન ક્ષેત્રોમાં ઘટાડાના કારણે આ ઘટાડો નોંધાયો છે. કારખાનાઓમાં ઉત્પાદિત કુલ માલસામાનના વૃદ્ધિ તરીકે જાણીતા આ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં ગયા વર્ષે જૂન માસમાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો. કેન્દ્રીય આંકડાકીય કચેરી દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ઉત્પાદન ક્ષેત્રના શૂન્ય પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે. જાકે ખાણ ખનન ઉત્પાદન શૂન્ય પોઈન્ટ ચાર ટકા વધ્યું હતું. તે જ રીતે વીજ ઉત્પાદનમાં પણ જૂન મહિના દરમ્યાન બે પોઈન્ટ એક ટકાનો વધારો નોંધાયો હતો, પરંતુ મૂડીગત માલસામાનનું ઉત્પાદન છ પોઈન્ટ આઠ ટકા ઘટ્યું હતું. આ ક્ષેત્ર મૂડીરોકાણનું બેરોમીટર ગણાય છે. લોકોના વપરાશ માટેની ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન ગયા જૂન માસમાં બે પોઈન્ટ એક ટકાનો ઘટાડો થયો હતો. જાકે નાશવંત ઉપયોગી ચીજાના ઉત્પાદનમાં ચાર પોઈન્ટ નવ ટકાનો વધારો નોંધાયો હતો.