સરકારે વર્તમાન કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની તત્કાળ અસરથી પુનઃ રચના કરી છે.

સરકારે વર્તમાન કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની તત્કાળ અસરથી પુનઃ રચના કરી છે. નવું બોર્ડ ત્રણ વર્ષ માટે અથવા બીજા આદેશ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈકાલે બહાર પાડેલી યાદીમાં જણાવ્યું છે કે, બોર્ડના અધ્યક્ષપદે પહેલા જ નિહલાનીના સ્થાને ગીતકાર પ્રસૂન જાશીને નિયુક્ત કરાયા છે. કુલ ૧૨ સભ્યોના બોર્ડમાં સુશ્રી ગૌતમી તડીમાલા, નરેન્દ્ર કોહલી અને સુશ્રી વિદ્યાબાલનનો પણ સમાવેશ થાય છે. તેમના ઉપરાંત નરેશચંદ્ર લાલ અને વિવેક અÂગ્નહોત્રી પણ બોર્ડના સભ્યો તરીકે સેવા આપે છે. સીનેમેટોગ્રાફ કાનુનની જાગવાઈઓ મુજબ ફિલ્મોના જાહેર પ્રદર્શન પર નિયંત્રણ રાખવા સીબીએફસી, માહિતી અને પ્રસારણ મંત્રાલયની કાયદેસરની સંસ્થા છે. આ બોર્ડમાં બિન કર્મચારી સભ્યો અને અધ્યક્ષની નિમણુંક કેન્દ્ર સરકાર કરે છે.