અને આજથી શરૂ થઈ રહેલી કોરિયા સુપર સિરીઝમાં પી.વી.સિંધૂ ભારતનું નેતૃત્વ કરશે.

બેડમિંટનની આજથી શરૂ થઈ રહેલી કોરિયા સુપર સિરીઝમાં ભારતની ટીમનું નેતૃત્વ, વિશ્વ ચેÂમ્પયનશીપની રજતચંદ્રક વિજેતા પી. વી.સિંધૂ કરશે.

ઓલિÂમ્પકમાં પણ રજતચંદ્રક જીતનાર પી.વી.સિંધૂએ ગયા મહિને ગ્લાસગોમાં યોજાયેલી વિશ્વ ચેÂમ્પયનશીપમાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો. કોરિયા સુપર સિરીઝમાં સાનિયા મિર્ઝા અને શ્રીકાંતની ગેરહાજરીના કારણે રમત રસિકોનું ધ્યાન સિંધૂ પર રહેશે.

આવતા અઠવાડિયે શરૂ થનારી જાપાન ઓપન સ્પર્ધાની તૈયારી કરવા સાનિયા  અને શ્રીકાંત કોરિયા સ્પર્ધામાંથી ખસી ગયા છે. સિંધૂ તેના મુકાબલાની શરૂઆત સેઉલમાં રમાનારી મહિલા એકલ સ્પર્ધામાં હોંગકોગની ચેઉંગ એન્ગાનયી સામે કરશે.  જ્યારે પુરુષો માટેની એકલ સ્પર્ધાની શરૂઆત યુએસ ઓપન ગ્રાં.પ્રી. સુવર્ણ વિજેતા એચ.એસ. પ્રણયની હોંગકોંગના એન્ગ કા લોંગ એન્ગસ સામેની મેચથી થશે.

સિંગાપુર ઓપન ચેÂમ્પયન બી.સાંઈ પ્રણીતનો મુકાબલો પણ હોંગકોંગના હુ યુન સાથે થશે. અગાઉ બંને બેબે વખત એકબીજાને હરાવી ચૂક્યા છે. રાષ્ટ્રકુટુંબ રમતોના ચેÂમ્પયન પરૂપલ્લી કશ્ચપ ચીનના તાઈપેયીના લીનયુ સામે આજે રમશે.