એઆઈએડીએમકેની આજે ચેન્નાઈ નજીક વનગ્રામમાં મળનારી સામાન્ય સભા સામે મનાઈ હુકમ આપવાનો મદ્રાસ હાઈકોર્ટે ઈન્કાર કર્યો.

મદ્રાસ વડી અદાલતે એઆઈએડીએમકેની સામાન્ય સભા બોલાવવા સામે મનાઈ હુકમ ફરમાવયાનો ઈન્કાર કર્યો છે.

મુખ્યમંત્રી કે. પલાની સ્વામી અને તેમના પુરોગામી પન્નીરસેલ્વમ જૂનથના વિલીનીકરણ પછીની ચેન્નાઈ નજીક વનગ્રામમાં મળનારી પહેલી સામાન્ય સભા છે.   સભામાં પક્ષના મહામંત્રી વી.કે. શશીકલાના રાજકીય ભાવિ અંગે નિર્ણય થશે.

પક્ષમાં કોરાણે મૂકી દેવાયેલાં શશીકલા અને તેમના ભત્રીજા  દિનાકરનના નિકટના મનાતા ધારાસભ્ય પી. વેત્રીવેલે બેઠક રોકવા મદ્રાસ વડી અદાલતમાં અરજી કરી હતી. ન્યાયમૂર્તિ રાજીવ શકધર અને ન્યાયમૂર્તિ અબ્દુલ કુઢોસેની ખંડપીઠે અગાઉ એક ન્યાયાધીશની પીઠના નિર્ણયને ગઈરાત્રે યથાવત રાખ્યો હતો. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે, પક્ષની સામાન્ય સભાનો નિર્ણયના આધારે આગળનું પગલું વિચારી શકાય તેમ હોવાથી હવે બાબતે આગામી ૨૩મી ઓક્ટોબરે સુનાવણી કરાશે.

દરમિયાન બંગ્લુરુ શહેરની દિવાની અદાલતે  .આઈ..ડી.એમ.કે.ની સામાન્ય સભા સામે મનાઈહુકમ આપ્યો છે. પક્ષની કર્ણાટક પાંખના નેતા પુગાલેન્ડીએ કરેલી અરજી પરની સુનાવણી હાથ ધરતાં અદાલતે મનાઈ હુકમ આપીને વધુ સુનાવણી આવતીકાલ પર રાખી છે.