પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર ગ્રીગોરીએવીચ લુકાશેન્કો સાથે બેઠક યોજશે. બંને દેશોનાં પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ભારતની મુલાકાત આવેલા બેલારુસના રાષ્ટ્રપતિ અલેકજેન્ડર ગ્રીગોરીવિચ લુકાશેંકોની મુલાકાત લેશે અને બંને દેશોના પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે. બેઠકમાં હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળસ્તરની ચર્ચા થશે.

શ્રી લુકાશેંકો ભારતની મુલાકાત ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. બે દિવસની ભારત મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સલામતી, વ્યાપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ લોકો વચ્ચે સીધો સંપર્ક વધારવા પર ચર્ચા થશે, તેવી સંભાવના છે.