ભારત અને અફઘાનિસ્તાન પરસ્પર સલામતિ સહકાર વધુ સુદૃઢ બનાવવા સહમત થયા.

ભારત અને અફઘાનિસ્તાને બંને દેશો વચ્ચેનો સુરક્ષા સહકાર વધુ મજબૂત કરવા પર સહમતી દર્શાવી છે. નવી દિલ્હી ખાતે બે દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી કાઉÂન્સલની મેળલી બીજી બેઠક બાદ બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ મુજબ જણાવ્યું હતું.   ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનને આતંકવાદ, સંઘરિત ગુનાઓ, માદક પદાર્થો અને પૈસાની હેરફેર સામે લડવા ભારત અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી દળોને વધુ સહાય આપવા સહમતી દર્શાવી છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાની અધ્યક્ષ સ્થાને ગઈકાલે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાઉÂન્સલે બંને દેશોના હિતના દ્વિપક્ષીય , પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી.