અફઘાનિસ્તાન પ્રત્યે ભારતની કટિબધ્ધતાનો પુનરૂચ્ચાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ક્રમશ વધુ નજીક અને ગાઢ બની રહ્યા છે. પરંપરાગત સંબંધો ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને સલામતિની દૃષ્ટિએ પણ અફઘાનિસ્તાન સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા છે. તાજેતરમાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી સલાહુદ્દીન રબ્બાની ભારતની મુલાકાતે આવી ગયા, તેમાં ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોમાં ફરી એકવાર નવીન જાગવાઈઓ સામે આવી છે. દરમિયાન ભારત અને અફઘાનિસ્તાને આરોગ્ય, પરિવહન, અવકાશ અને નવાં વિકાસક્ષેત્રો માટેના ચાર ભાગીદારી કરાર કર્યા છે. વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સલાહુદ્દીન રબ્બાની વચ્ચેની નવી દિલ્હીમાં મંત્રણા બાદ અંગેના હસ્તાક્ષર કરાયા હતા. સુશ્રી સ્વરાજે જણાવ્યું કે, ભારત અફઘાનિસ્તાન સાથે સલામત, Âસ્થર અને શાંતિપૂર્ણ સંબંધો જાળવવા માટે કાર્યરત રહેશે. અફઘાનિસ્તાનની પ્રજાનાં સ્વપ્ન સાકાર થાય તે માટે ભારત ખભેખભા મિલાવી કાર્ય કરશે. તેમણે કહ્યું કે, સરકારી વહિવટ, લોકશાહી સંસ્થાઓ, માનવ સંપત્તિ વિકાસ અને કૌશલ્ય વિકાસ માટે ભારત વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રસંગે અફઘાનિસ્તાનના વિદેશમંત્રીએ જણાવ્યું કે, ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધથી પ્રદેશના અન્ય માટે કોઇ સાથે દુશ્મનાવટ હોઇ શકે. બંને દેશો વચ્ચેના નજીકના સંબંધોથી આર્થિક વિકાસ, સલામતિ અને વેપાર જેવા ક્ષેત્રોમાં મહત્વની સિદ્ધિ મળશે. શ્રી રબ્બાનીએ કહ્યું કે, બંને વચ્ચે વેપારને પ્રોત્સાહન માટે વિઝા પ્રક્રિયા હળવી કરવા અને લોકો વચ્ચે સંપર્ક વધારવા પણ ચર્ચા થઇ હતી. શ્રી રબ્બાનીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ કહ્યું છે કે, છેલ્લા પંદર વર્ષમાં ભારતે આપેલા ટેકા બદલ અફઘાનિસ્તાન તેનું આભારી છે.

નવી દિલ્હીમાં વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન સંસ્થા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારત અફઘાનિસ્તાન સંબંધો વિશે બોલતા શ્રી રબ્બાનીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના પુનઘડતર પહેલમાં ભારતે નક્કર ટેકો આપ્યો છે.  તેમણે ઉમેર્યું હતું કે, ઉગ્રવાદી જૂથો સામેની લડાઈમાં ભારતે અણીના સમયે ચાર એમઆઈ હેલિકોપ્ટર પૂરાં પાડ્યાં હતાં.

ભવિષ્યમાં પણ સંરક્ષણ ક્ષેત્રે ભારત તરફથી વધુ સહકાર મળી રહેશે. તેવી આશા છે. અફઘાની વિદેશમંત્રીએ ઉમેર્યું હતું. કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે તેમણે કહ્યું કે, અંતિમવાદી મુÂસ્લમવાદ પ્રાદેશિક સમસ્યા છે અને તેનો પ્રાદેશિક હલ જરૂરી છે.  અફઘાનિસ્તાનમાં ત્રાસવાદી ઘટનાઓ તથા તાલિબાન દ્વારા કરાયેલા આતંકવાદી નેટવર્કના પગલે ભારતે તેના પુનઃ નિર્માણ માટે ઘણો સહયોગ આપ્યો છે. અંદાજે બે અબજ ડોલરની સહાય પૂરી પાડી છે. તેના માળખાકીય વિકાસ અને આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી તથા અન્ય ક્ષેત્રોમાં ભારત દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન નીતિની તાજેતરમાં સમીક્ષા કરી અને ત્યારે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના સર્વાંગી વિકાસમાં ભારતની નીતિ વિષયક સહાય મહત્વપૂર્ણ છે. ભારત પણ અમેરિકાના નિવેદનને આવકાર્યું અને શાંતિ, Âસ્થરતા અને વિકાસલક્ષી બાબતોમાં વધુ મક્કમ પ્રયાસોની ખાતરી આપી છે.

ભારતનો અફઘાનિસ્તાનમાં વેપાર વરિષ્ઠ ૭૦ કરોડ ડોલર જેટલો છે. દર અઠવાડિયે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૧૦૦ ટન જેટલો માલ સામાનનો વ્યવહાર થાય છે. તાપી ગેસ પાઇપલાઇનમાં તૂર્કી, અફઘાન, પાકિસ્તાન અને ભારત દ્વારા તેના વિકાસ માટે ૧૧૬ જેટલા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ તાકીદે પૂરા થાય તે માટે સંયુક્ત કાર્યજૂથ પણ રચવામાં આવ્યું છે