ગ્રાહક બાબતોના મંત્રાલયે હોટલ અને રેસ્ટોરન્ટની આવકમાં સેવાશુલ્કને ગણવા કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડને જણાવ્યું.

કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ વસ્તુ અને સેવા કરના અમલીકરણમાં આવી રહેલી માહિતી અને ટેકનોલોજી સંબંધિત પડકારોના સમાધાન કરવા અને તેની પર દેખરેખ રાખવા મંત્રીઓના સમૂહની રચના કરી છે. તેનું નેતૃત્વ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદી કરશે. જીએસટી નેટવર્કના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તેમાં સહયોગ આપશે.

આ ઉપરાંત મુખ્ય નાણાં સચિવ હસમુખ અઢિયાના નેતૃત્વમાં નિકાસ અંગેની બાબતો માટે પણ સમિતિ બનાવાઈ છે. આ સમિતિ જીએસટી લાગુ પડ્યા બાદ નિકાસ ક્ષેત્રના સૂચનો અંગે જીએસટી પરિષદને રણનીતિ અંગેના સૂચનો આપશે. શનિવારે હૈદરાબાદમાં જીએસટી પરિષદની ૨૧મી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સમિતિની રચના કરાઈ છે.