સંસદસભ્યો અને ધારાસભ્યો સામેના ગુનાઈત કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટનો કાયદો ઘડવા સર્વોચ્ચ અદાલતે સરકારને જણાવ્યું.

સર્વોચ્ચ અદાલતે સંસદસભ્યો અને ધારાસભ્યો સામેના ગુનાઈત કેસની ઝડપથી કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉભી કરવાના કાયદા માટે વિચારવા સરકારને જણાવ્યું છે. ન્યાયાધીશ શ્રી જે.ચેલમેશ્વર અને એસ.અબ્દુલ નઝીરની ખંડપીઠે જણાવ્યું કે સંસદે આ અંગે તાકીદે કાયદો ઘડવો જાઈએ. એક જાહેરહીતની અરજી સંદર્ભમાં સંસદસભ્યો અને ધારાસભ્યોની સંપત્તિમાં થયેલા અનહદ વધારાની તપાસ માટે તંત્ર ગોઠવવા માંગણી કરવામાં આવી છે. એટર્ની જનરલ કે.વેલુગોપાલે પણ ફાસ્ટટ્રેક અદાલતો ઉભી કરવાનું સમર્થન કર્યુ હતું. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ અદાલત સમક્ષ રજુઆત કરી હતી કે લોકસભાના સાત સાંસદો અને ૯૮ ધારાસભ્યોની સંપત્તિમાં ખુબ જ વધારો જાવા મળ્યો છે. અદાલતે આ અંગે વિચારણા કરી આગળ નિર્ણય લેવા જણાવ્યું હતું.