સિઓલમાં રમાનારી કોરીયા ટુર્નામેન્ટમાં પી.વી.સિન્ધુ સહિત ૧૪ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.

કોરિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં આજે સિઓલમાં પી.વી. સિન્ધુ સહિત ૧૪ ભારતીય ખેલાડીઓ રમશે. જાકે સાયેના નહેવાલ તેમાં નથી. પી.વી. સિન્ધુ હોંગકોંગના ગાન પી ચેઉંગ સામે શરૂઆતનો રાઉન્ડ રમશે. રીયો ઓલિÂમ્પક તથા વિશ્વ ચેÂમ્પયનશીપમાં રજત ચંદ્રક વિજેતા સિન્ધુ આ અગાઉ તેની સામે ચાર મેચ જીતી ચૂકી છે. બી. સાંઈ પ્રણીત, એચ.એસ. પ્રણય, પારૂપલ્લી કશ્યપ, સૌરભ વર્મા, સમીર વર્મા વગેરે પુરૂષોની સિંગલ્સ રમશે. કિદમ્બી શ્રીકાંત પણ આ ટૂર્નામેન્ટમાં નથી. ભારતીય ખેલાડીઓ પુરૂષો, મહિલાઓ અને મીક્ષ્ડ ડબલ્સ એમ ત્રણેય કેટેગરીમાં રમશે.