પાકિસ્તાની લશ્કરીદળોએ નિયંત્રણ રેખા નજીક જમ્મુ અને પૂંચ જિલ્લાઓમાં શ†વિરામ ભંગ કરતાં બીએસએફના બે જવાન સહિત પાંચ જણાને ઈજાઓ.

પાકિસ્તાની લશ્કરી દળોએ વધુ એકવાર શ† વિરામનો ભંગ કર્યો છે. જમ્મુ તથા પૂંચ જિલ્લાઓમાં નિયંત્રણ રેખા પાસે કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરાયા અને તેમાં બીએસએફના બે જવાનોને ઈજા થઈ હતી. બ્રાહ્મણ વેલા અને રાયપુર સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા હુમલા કરાયા હતા. આ ઉપરાંત પૂંચ જિલ્લાના માનકોટ, સબ્જીયાં, દીગ્વારમાં પણ વહેલી સવારે ગોળીબાર કર્યા છે. ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ ચોથીવાર શ†વિરામનો ભંગ થયો છે.