ભારત–બેલારૂસ સહયોગ પ્રગતિના પંથે

ભારત અને બેલારૂસ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવાના હેતુસર દસ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તાજેતરમાં સમાપ્ત થયેલી બેલારૂસના રાષ્ટ્ર પ્રમુખ એલેકઝાન્ડર લુકાશેનોકોની મુલાકાત દર્શાવે છે કે, બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં વિકાસ અને ઉત્પાદન માટે સહયોગાત્મક રીતે આગળ વધવા કટિબદ્ધ છે.

ખાસ કરીને જ્યારે નવી દિલ્હીએ તેના મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેઈક ઈન Âન્ડયાનો પ્રારંભ કર્યો છે. ત્યારે બેલારૂસ સાથે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધવાની શક્યતાઓ વધી રહી છે. સંલગ્નમાં એક તથ્ય પણ છે કે, બેલારૂસ પાસે સોવિયેત સંઘ તરફથી મળેલ ઉત્પાદન અને ટેકનોલોજીને લગતુ પીઠબળ વધુ મજબૂત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેલારૂસના  રાષ્ટ્ર પ્રમુખ લુકાશેન્કો બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણની વિપુલ તકો ઉપલબ્ધ હોવાના પગલે આર્થિક સહભાગીતા વધારવા સહમત થયા હતા.

શ્રી મોદીએ ચર્ચાને આશાસ્પદ અને વિશાળ ક્ષેત્રની દર્શાવી હતી, જ્યારે બેલારૂસના રાષ્ટ્રપતિએ બંને દેશો સહયોગના નવા પગથિંયા પર પગ મૂકી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓ ભારતને અનેક સ્તંભોના વિશ્વમાં એક સશક્ત સ્તંભ તરીકે સ્થાપીત કરવાની ઈચ્છા ધરાવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મે, ૨૦૧૫માં બેલારૂસની મુલાકાત લીધી હતી. બેલારૂસ સાથેના ભારતના સંબંધો પારંપરિક રીતે હુંફાળા અને મૈત્રીપૂર્ણ છે. સોવિયેત સંઘના વિભાજન બાદ ભારત એવા પ્રથમ દેશો પૈકીમાંનો એક હતો, જેણે બેલારૂસને વર્ષ ૧૯૯૧માં એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકૃતિ આપી હતી. બેલારૂસ સાથેના ઔપચારિક રાજદ્વારી સંબંધોની શરૂઆત કરવામાં આવી હતી અને વર્ષ ૧૯૯૨માં મીન્સકમાં ભારતીય રાજદ્વારી મિશનની સ્થાપના કરવામાં આવી હતી. સાથે બોલારૂસે વર્ષ ૧૯૯૮માં નવી દિલ્હીમાં પોતાના દૂતાવાસની સ્થાપના કરી હતી.

બેલારૂસના રાષ્ટ્રપ્રમુખની ત્રીજી ભારત મુલાકાત છે અને તે દ્વારા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને ૨૫ વર્ષ થયા છે. સંબંધોની સ્મૃતિ સ્વરૂપે રજત જંયતી ટપાલ ટિકિટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બેલારૂસના રાષ્ટ્રપ્રમુખ લુકાશેન્કો દ્વારા વિમોચન કરવામાં આવ્યું.

ભારત અને બેલારૂસ દ્વારા ખનીજ તેલ, કુદરતી વાયુ, ખેતી, વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રમાં મહત્વની પ્રગતિ કરવામાં આવી છે. બંને પક્ષે સંયુક્ત રીતે વિકાસ માટે અને ઉત્પાદન માટે તૈયાર થયા છે. તેમાં પણ મેઈક ઈન Âન્ડયા હેઠળ સંરક્ષણ ક્ષેત્રનું ઉત્પાદન કરવા સંમત થયા છે તે મહત્વની બાબત બને છે. વેપારવાણિજ્ય ક્ષેત્રે પણ બંને દેશો આર્થિક સહકાર સાધવા માટે આગળ વધ્યા છે. યુરોપ અને યુરેશિયા સમુદાયની જેમ બહુક્ષેત્રીય વ્યવહાર શરૂ કરવા માટે બંને દેશોએ તૈયારી દર્શાવી છે. બેલારૂસ મુક્ત વેપાર કરારના ભાગરૂપે મધ્ય એશિયામાં પ્રભાવી રહ્યું છે.

ભારત અને બેલારૂસ વચ્ચેનો વેપાર ૨૦૧૬માં ૪૦ કરોડ અમેરિકી ડોલર જેટલો છે, અને તેમાં મૂડીરોકાણની હજી વધુ તક રહેલી છે. ખનીજ તેલ, કુદરતી વાયુ તથા દવા ઉદ્યોગમાં વ્યાપક મૂડીરોકાણ કરી શકે તેમ છે. માટે પ્રધાનમંત્રીએ ખરીદવેચાણ માટેની એક અલગ બેઠક યોજવા માટે જણાવ્યું છે.

રાજકીય રીતે જાઈએ તો બંને દેશો પરસ્પરના હિતને ધ્યાનમાં રાખી સહકાર સાધવા માટે સંમત થયા છે. આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે બહુવિધ પ્રકારના સહકાર તથા સમજૂતીને અગ્રતા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય બાબત છે કે, બેલારૂસે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદની હિમાયત કરી છે. અગાઉ ૨૦૧૧૧૨માં પણ તેણે ટેકો આપ્યો હતો. ભારતે બેલારૂસને બિનજાડાણવાદી સંગઠનમાં પણ સભ્યપદ માટે ટેકો આપ્યો હતો. જીનીવા ઠરાવ કે ન્યૂયોર્ક પરિષદમાં બેલારૂસ પરના માનવ અધિકાર ભંગને લગતા આરોપ સમયે ભારતે તેનો બચાવ કર્યો હતો. આમ બંને દેશોનું વલણ પરસ્પરને સહયોગ આપવાનું રહ્યું છે, ત્યારે આર્થિક વ્યવહાર પણ વધુ સુદૃઢ બનશે તેવી આશા ઉજળી બની છે.