રાજધાની દિલ્હીમાં વાહન પરિવહનનો ટ્રાફિક હળવો કરવા ૩૪ હજાર એક્સો કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ હાથ ધરાશે.

કેન્દ્ર સરકારે રાજધાની પાસે વાહનોના ધસારાને હળવો કરવા ૩૪ હજાર એક્સો કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, નવી દિલ્હી પાટનગર વિસ્તારમાં મોટા વાહનોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે. આ તબક્કે પર્યાવરણ તથા વન મંત્રીશ્રી હર્ષ વર્ધને દિલ્હી સરકાર જરૂરી સહયોગ આપશે તેવી આશા દર્શાવી છે.