રાષ્ટ્ર સંઘ સલામતી સમિતિએ મ્યાંમારના રખીને રાજ્યમાં સલામતી દળોની હિંસા અંગે ચિંતા દર્શાવી છે.

રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિએ મ્યાંમારના રખીને પ્રાંતમાં હિંસા અંગે ચિંતા દર્શાવી છે અને બાંગ્લાદેશમાં જવા રોહિંગ્યા મુસ્લીમોને મજબૂર થવાની ઘટનાની નોંધ લીધી છે. ૧૫ સભ્યોની સમિતિએ સલામતિદળો દ્વારા થયેલી હિંસક કાર્યવાહીના કારણે ત્રણ લાખ ૮૦ હજાર લોકોના સ્થળાંતરના મુદ્દે ચર્ચા કરી હતી અને તાકીદે હિંસાનો અંત લાવવા અને પરિÂસ્થતિ હળવી કરવા પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રસંઘમાં બ્રિટનના પ્રતિનિધિ મેથ્યુ રીક્રોફે જણાવ્યું કે, મ્યાંમાર મુદ્દે નવ વર્ષમાં પહેલીવાર સલામતિ સમિતિએ ઠરાવ કર્યો છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગટર્રસે હાલ લશ્કરી કાર્યવાહી બંધ રાખવા જણાવ્યું છે. ૨૫ ઓગસ્ટે મ્યાંમારમાં લશ્કરે કાર્યવાહી કરતાં અંદાજે ત્રણ લાખ ૮૦ હજાર રોહિંગ્યા મુસ્લીમો બાંગ્લાદેશમાં વિસ્થાપીત થયા છે.