જુલાઈ મહિના માટેનું પહેલું જીએસટી રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ છે.

જુલાઈ મહિના માટેનું જીએસટીનું પહેલું રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ છે. હવે તેમાં કોઈ તારીખ લંબાવવામાં નહીં આવે. આજ સુધી જુલાઈ મહિનાનું જીએસટી રિટર્ન નહીં ભરનારા તમામ કરદાતાઓને આજે તત્કાળ તેમનું રિટર્ન ભરી દેવાની નાણામંત્રાલયે સૂચના આપી છે. ૧૦મી ઓક્ટોબર સુધીમાં એકવાર કરદાતા જીએસટી રિટર્ન ભરશે કે તરત તેમની પાસેથી માલ ખરીદનારા બીજા રિટર્ન જીએસટીઆરટુએમાં આપોઆપ તેમના જીએસટીઆરબેમાં  જરૂરી ફેરફારો કરીને પોતાનું  આખરી રિટર્ન ભરી શકશે. માલખરીદનાર જીએસટીઆરબેના આધારે ઈનપુટ ક્રેડિટ મેળવી શકશે. જા કે, કરદાતા આજે જીએસટીઆરએક નહીં ભરે તો તેમનો માલસામાન કે સેવા ખરીદનારને તેમણે ભરેલા કરમાં કપાત વળતર મેળવવામાં તકલીફ પડશે. નાણામંત્રાલયે માલસામાન અને સેવા પૂરી પાડનારા ખાસ કરીને બીટુબી પ્રકારના કરદાતાઓ તેમના જીએસટી આરએકની વિગતો આજે પૂરી પાડવા જણાવ્યું છે. જેથી તેમનો માલસામાન કે સેવા ખરીદનારા કરદાતાને તેમનું આઈટીસી મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે.