ભાડાં નિર્ધારણ સમિતિની ભલામણો મુજબ દિલ્હી મેટ્રોનાં ભાડામાં આજથી વધારો કરાયો છે.

દિલ્હી મેટ્રોએ આજે તેના ભાડામાં વધારો કર્યો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન બોર્ડે ગઈકાલે રાત્રે થયેલી બેઠકમાં ભાડું નિર્ધારણ સમિતિની ભલામણોના આધારે ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન બોર્ડે જણાવ્યું છે કે, તેને ભાડું નિર્ધારણ સમિતિના નિર્ણયને બદલવાનો કોઈ અધિકાર નથી. નવા ભાડાં દર મુજબ હવે કિલોમીટર સુધીના પ્રવાસ માટે ૧૦ રૂપિયા, ૨થી કિલોમીટર માટે ૨૦ રૂપિયા, ૫થી ૧૨ કિલોમીટર માટે ૩૦ રૂપિયા, ૧૨થી ૨૧ કિલોમીટર માટે ૪૦ રૂપિયા, ૨૧થી ૩૨ કિલોમીટર માટે ૫૦ રૂપિયા અને ૩૨ કિલોમીટરથી વધુના અંતર માટે ૬૦ રૂપિયા ભાડું થશે. સ્માર્ટ કાર્ડ વપરાશ ધારકોને ૧૦ ટકા છૂટ મળી રહેશે. યાત્રિકોને સવારે વાગ્યા સુધી અને દિવસમાં ૧૨ વાગ્યાથી સાંજે વાગ્યાની વચ્ચે તેમજ રાત્રે વાગ્યાથી મેટ્રો રેલસેવા પૂરી થાય ત્યાં સુધી ૧૦ ટકા છૂટ મળશે. એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.