૧૭ વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ફિફા વિશ્વકપ સ્પર્ધામાં ભારતનો સુંદર દેખાવ કરવા છતાં ગ્રૂપ-એમાં નવી દિલ્હીમાં કોલંબિયા સામે એક વિરૂદ્ધ બેથી પરાજય થયો.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મહાસંઘ ફિફાની ૧૭ વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેની વિશ્વકપ સ્પર્ધામાં ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રૂપએમાં ભારતે તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા છતાં કોલંબિયા સામે એક વિરૂદ્ધ બે ગોલથી પરાજય થયો છે. સ્પર્ધાની પહેલી મેચમાં અમેરિકા સાથે પણ ભારતની શૂન્ય  – ત્રણથી હાર થઈ હતી. ભારત હવે તેના જૂથની ત્રીજી અને છેલ્લી મેચમાં ગુરુવારે ઘાના સામે મુકાબલો કરશે. દરમિયાન પારાગ્વે અને અમેરિકાએ જૂથની બેબે મેચ જીતીને સ્પર્ધાના નોક આઉટ તબક્કામાં પ્રવેશ મેળવી લીધો છે. ગ્રૂપબીની નવી મુંબઈમાં રમાયેલી  બીજી મેચમાં પારાગ્વેએ ન્યૂઝીલેન્ડને ૨થી હરાવ્યું હતું. જ્યારે અમેરિકાએ ઘાનાને હાર આપી હતી. નવી મુંબઈમાં રમાયેલી અન્ય એક મેચમાં આફ્રિકન ચેÂમ્પયન માલીએ ટર્કી પર શૂન્યથી જીત મેળવી હતી. ગ્રૂપએમાં ઘાના તેની પહેલી મેચ કોલંબિયા સામે જીત્યું હોવાથી ભારત સામે જીતે તો નોકઆઉટ તબક્કામાં પ્રવેશવાની તેને તક છે. ગ્રૂપસીની આજે ગોવામાં રમાનારી હવે મેચોમાં કોસ્ટારિકાનો મુકાબલો ગીની સાથે થશે , જ્યારે ઈરાનનો મુકાબલો જર્મની સાથે થશે.

કોચીમાં રમાઈ રહેલી ગ્રૂપડીની મેચોમાં સ્પેન સાંજે પાંચ વાગ્યે નાઈજર  સામે રમશે, જ્યારે રાત્રે વાગ્યે બ્રાઝિલનો મુકાબલો ઉત્તર કોરિયા સાથે થશે.