કારતી ચિદમ્બરમના વિદેશ ખાતા અને સંપત્તિ અંગે સી.બી.આઈ.એ આપેલા દસ્તાવેજા અંગે આજે સર્વોચ્ચ અદાલત નીરિક્ષણ કરશે.

કારતી ચિદમ્બરમના વિદેશી બેંક ખાતા અને મિલકતોની તપાસ બાદ સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતને સોંપેલા બંધ કવર અંગે આજે નિરિક્ષણ કરશે. મુખ્ય ન્યાયાધીશ શ્રી દિપક મિશ્રાના નેતૃત્વની ખંડપીઠને સી.બી.આઈ.એ જણાવ્યું કે તેમાં તે સમયના વિદેશ ખાતાં અને મિલકતોની માહિતી છે. ગેરરીતિના કેસમાં સી.બી.આઈ.એ કારતી સામે જાહેર કરેલ નોટિસ પર મદ્રાસ વડી અદાલતે પ્રતિબંધ ફરમાવ્યો હતો, તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. કારતીના એડવોકેટ જા કે તેનો વિરોધ કર્યો છે, તે દસ્તાવેજા કેસ ડાયરીના ભાગરૂપે નથી તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું કે કારતી પર દેખરેખ રાખતી નોટિસ એ મુખ્ય પ્રશ્ન છે, તેનાં બેંક ખાતાની બાબતનો તેમાં સમાવેશ નથી. સીબીઆઈના એડવોકેટે જણાવ્યું કે, આ પ્રકરણમાં નાણાકીય ગેરરીતિની બાબત છે અને ઘણી કંપનીઓ સંકળાયેલી છે. પુરાવાઓ સાથે ચેડાં કરે તેવી સંભાવના એ દેખરેખ નોટિસની સીધી લાગતી વળગતી બાબત છે.