નાનાજી દેશમુખ જન્મ શતાબ્દીની ઉજવણીનો આજે પ્રધાનમંત્રી આરંભ કરશે તથા ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ શરૂ ક

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી નાનજી દેશમુખ જન્મ શતાબ્દીનું ઉદ્‌ઘાટન કરશે તથા ગ્રામીણ વિકાસના કેટલાક પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રસંગે નાનજીની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટનું પણ વિમોચન કરશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે વિકાસ કામોની પ્રગતિ પર નજર રાખે તેવી ગ્રામ સંવાદ મોબાઈલ એપ પણ શરૂ કરશે તેનો મુખ્ય વિચાર માહિતીથી મજબૂતીકરણ છે. તેઓ આ અંગેના એક પ્રદર્શનની પણ મુલાકાત લેશે, તેમાં એકસોથી વધુ ગ્રામીણ જીવન અને ટેકનોલોજી આધારીત બાબતો દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે તેઓ સ્વસહાય જૂથ, પંચાયત, જળસંરક્ષણ અને સંશોધન ક્ષેત્ર તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સંબોધન કરશે.