પંંજાબના ગુરદાસપુર સંસદીય બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાશે.

પંજાબમાં ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ગુરદાસપુર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે વ્યાપક પ્રયોજન કર્યા છે. ચૂંટણી અધિકારી ગુરલવલીન સિંહ સિધ્ધૂએ જણાવ્યું કે, પંજાબ પોલીસ અને અર્ધસૈનિક દળોના દસ હજારથી વધુ જવાન તૈનાત રખાયા છે. સાત લાખથી વધુ મહિલાઓ સહિત ૧૫ લાખ મતદાતા ૧૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મુખ્ય જંગ ભારતીય જનતા પાર્ટીના સ્વર્ણ સલારિયા અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનિલકુમાર જાખડ અને આમ આદમી પાર્ટીના નિવૃત્ત મેજર જનરલ સુરેશકુમાર ખજૂરિયા વચ્ચે છે. મતગણતરી ૧૫ ઓક્ટોબરે થશે. આ વર્ષે એપ્રિલમાં ભાજપ સાંસદ વિનોદ ખન્નાના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી.