૧૭ વર્ષથી નાના ખેલાડીઓના ફૂટબોલ વિશ્વકપમાં સ્પેને નાઈજરને ચાર-શૂન્યથી અને બ્રાઝીલે ઉત્તર કોરિયાને બે-શૂન્યથી હાર આપી છે.

૧૭ વર્ષ નીચેના ખેલાડીઓના વિશ્વકપમાં ગઈકાલે કોચીના જવાહલાલ નહેરૂ સ્ટેડીયમ ખાતે સ્પેને નાઈજરને ૪-૦થી અને બ્રાઝીલે ઉત્તર કોરિયાને ૨-૦થી હરાવ્યું છે. સ્પેનના આબેલ રૂઈઝે બે ગોલ કર્યા તો સીઝર ગેલાબર્ટ અને સર્ગીઓ ગોપેઝે એક ગોલ કર્યો હતો. એક અન્ય ગ્રુપ-ડીની મેચમાં લીંકન અને પૌલીનહોના ગોલથી બ્રાઝીલનો ઉત્તર કોરિયા સામે વિજય થયો છે. આ સાથે જ બ્રાઝીલ બંને મેચ જીતીને ટોચ પર છે. ગ્રુપ-સીની બે મેચમાં ઈરાને જર્મનીને ૪-૦થી અને કોસ્ટારીકાએ ગીનીયાને ૨-૨થી હરાવ્યું હતું. ગોવાના મડગાંવ ખાતે જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈરાનવતી યુનુસ ડેલ્ફીએ બે ગોલ કર્યા અને અલ્લાહયાર સૈયદ તથા વાહીદ નામધારીએ એક-એક ગોલ કર્યા હતા. ગ્રુપ-સીમાં છ પોઈન્ટ સાથે ઈરાન ટોચ પર છે.