આજથી શરૂ થતી રાજ્યપાલોની બે દિવસીય પરિષદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અધ્યક્ષપદ સંભાળશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , રાષ્ટ્રપતિ ભવનમાં આજે બે દિવસીય રાજ્યપાલ સંમેલનની અધ્યક્ષતા કરશે. સંમેલનમાં વિવિધ સત્રોમાં ઘણા મુદ્દા પર વિચાર – વિમર્શ કરશે. પ્રારંભિક સત્રનો વિષય છે નૂતન ભારત – ૨૦૨૨. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સંમેલનમાં સંબોધન કરશે. સંમેલનમાં ૨૭ રાજ્યપાલ અને ત્રણ ઉપરાજ્યપાલ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ, નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તથા ઘણા વરિષ્ઠ અધિકારીઓ સંમેલનમાં ચર્ચા – વિચારણામાં ભાગ લેશે.