કેન્દ્રિય મંત્રીમંડળે યુનિવર્સિટીઓ, ટેકનીકલ સંસ્થાઓ અને અન્ય કોલેજા માટે સાતમા પગાર પંચના લાભ મંજૂર કર્યા. કૌશલ્ય વિકાસ અંગેની બે યોજનાઓ પણ મંજૂર કરી.

કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્રિય યુનિવર્સિટીઓ ટેકનીકલ સંસ્થાઓ તથા ગ્રાન્ટેડ કોલેજાના અધ્યાપક તથા અન્ય કર્મચારીઓને સાતમા પગાર પંચને મંજૂરી આપી છે. પહેલી જાન્યુઆરી – ૨૦૧૬થી તેનો અમલ કરાશે. તેનાથી નવ હજાર ૮૦૦ કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થશે. અંદાજે સાડા સાત લાખ શિક્ષકોને તેનો લાભ મળશે.

નવી દિલ્હીમાં માનવ સંપત્તિ વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આ મંજૂરીથી અધ્યાપકોના પગારમાં દસથી પચાસ હજાર રૂપિયાનો ફાયદો થશે. તેનો લાભ આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈઆઈ ટી અને અન્ય કેન્દ્રની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓના અધ્યાપકોને પણ મળશે. આ નિર્ણયથી નવોદિત યુવાનોને શિક્ષણક્ષેત્ર માટેનું આકર્ષણ વધશે. તેમણે એક વર્ષમાં ખાલી જગ્યાઓ ભરવાની પણ જાહેરાત કરી હતી.