નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, અંગત જીવનના અધિકાર અંગે સર્વોચ્ચ અદાલતના આદેશ દ્વારા આધારને ટેકો મળ્યો છે.

નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે અંગત જીવનના અધિકાર અંગે સર્વોચ્ચ અદાલતના આદેશ દ્વારા આધારને ટેકો મળ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયની તાતી જરૂર મુજબ ચુકાદો અપાયો છે.

કેટલાક ન્યાયાધીશોએ આ અંગત બાબતોના અધિકાર હેઠળ કેટલીક બાબતોને છૂટછાટ હેઠળ ગણી છે. રાષ્ટ્રીય સુરક્ષા, ગુના નિવારણ તથા તપાસ અને સામાજિક-આર્થિક લાભના વિતરણ જેવી બાબતોમાં માહિતીને અંગત ન ગણી શકાય તેવો અપવાદ વિચાર્યો છે. તેમણે કહ્યું કે આમ આધારને વધુ ટેકો મળ્યો છે.

આધાર અંગે કાયદામાં માહિતીની સુરક્ષાની જાગવાઈ છે અને તેના ભંગ બદલ કડક કાર્યવાહીનો ઉલ્લેખ છે. કાયદામાં તમામ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો અંગત બાબતોના અધિકારને આધાર વિરોધી ગણાવે છે, જે ખોટું છે.