૧૭ વર્ષથી નીચેના ખેલાડીઓ માટેના ફૂટબોલ વિશ્વકપમાં આજે ભારત અને ઘાના વચ્ચે જ ફાઈનલ ગ્રૂપમાં મરણિયો મુકાબલો થશે.

૧૭ વર્ષથી નીચેના ખેલાડીઓ માટેના ફૂટબોલ વિશ્વકપમાં ગ્રૂપ – ઈમાં ઈંગ્લેન્ડે મેÂક્સકોને ૩-૨થી હરાવ્યું છે. અને નોકઆઉટના તબક્કા પર પહોંચ્યું છે. ઈંગ્લેન્ડના રીયાન બ્રુસ્ટર, ફિલીપ ફોડન અને જાડોન સાંચો તથા મેÂક્સકોના ડીયેગોલોનેજે સારી રમત દર્શાવી ગ્રૂપ – એફની એક અન્ય મેચમાં ઈરાકે ચીનને ૩-શૂન્યથી હાર આપી છે.

કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતીય મેદાનમાં તે રમાઈ હતી. ગ્રૂપ – ઈમાં ફ્રાન્સે જાપાનને ૨-૧થી હરાવ્યું, તો હોન્ડુરાએ ન્યૂ સેલેડોનિયાને પાંચ-શૂન્યથી હાર આપી. આજે ભારત અને ઘાના વચ્ચે  મુકાબલો છે, તો અમેરિકા અને કોલંબિયા રમશે. માલી અને ન્યૂઝીલેન્ડ તથા પેરાગ્વે અને તુર્કી વચ્ચે પણ મેચ રમાશે.