ભારત-જમૈકા દ્વિપક્ષી સંબંધોનો નવો અધ્યાય

અંગે સમીક્ષા
લેખકઃ- વિનીત વાહી, પત્રકાર

કેરેબીયન સમુદ્રના ટાપુ દેશ જમૈકાના વિદેશ મંત્રી સુશ્રી કામીના જાન્સન સ્મીથની મુલાકાતથી ભારત અને જમૈકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળશે.
આ મુલાકાતથી બંને દેશો વચ્ચેનો વેપાર વધુ સઘન બનશે.
બંને દેશોએ વિદેશ વિભાગ સ્તરની મંત્રણાઓ વખતે જ જમૈકાના વિદેશમંત્રી ભારતની મુલાકાત લીધી છે.
ભારત જમૈકા સાથેના સંબંધોને આગવું મહત્વ આપે છે.
ભારતના વિદેશ રાજ્યમંત્રી નિવૃત્ત જનરલ વી.કે.સિંહે છેલ્લા બે વર્ષમાં જમૈકાની બે વખત મુલાકાત લીધી હતી, એ પરથી આ બાબત સ્પષ્ટ થાય છે.
જમૈકાના વિદેશમંત્રીએ ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથેની બેઠકમાં પરસ્પર હિતની તથા દ્વિપક્ષીય બાબતો અંગે સઘન મંત્રણાઓ કરી છે.
બંને આગેવાનોએ બે દેશ વચ્ચેના વેપાર અને મૂડીરોકાણ, આરોગ્ય, પ્રવાસન કૃષિ, સાંસ્કૃતિક સહિત વિવિધ ક્ષેત્રનો સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો.
જમૈકાના વિદેશમંત્રીએ ભારત દ્વારા જમૈકાને દોઢ લાખ અમેરિકી ડોલરની કિંમતની દવાઓની ભેટ તથા તાજેતરમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત દેશોને ભારતે આપેલ બે લાખ અમેરિકન ડોલરના આપેલા દાન બાબતે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જમૈકાના વિદેશ મંત્રીએ પ્રવાસન રાજ્યમંત્રી કે.જે.આલફોન્સ તથા આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા સાથે આરોગ્ય તથા પ્રવાસન ક્ષેત્રનો સંબંધ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.
સુશ્રી કે.જે. સ્મથે ભારતીય વેપાર ઉદ્યોગ મહામંડળ-ફિક્કીના પ્રતિનિધિઓ તેમજ માહિતી-ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ અને વેપાર ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુંબઈમાં વાતચીત કરી હતી.
જમૈકા અને ભારત વચ્ચેનું ભૌગોલિક અંતર તથા અર્થતંત્રનું કદ ધ્યાનમાં લેતા બંને દેશો વચ્ચેના આર્થિક ક્ષેત્રના સંબંધો એક હદ સુધી વધી શકે તેમ છે.
જાકે, કેરેબીયન દેશો સાથે પસંદગી પાત્ર વેપાર દેશ તરીકેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે.
ભારતે જમૈકાને પાણીના પંપની આયાત કરવા માટે ૭૫ લાખ અમેરિકન ડોલરના ધિરાણ સહાય જમૈકાને આપી હતી. તથા વર્ષ ૨૦૦૯માં ભારતે જમૈકામાં આઈસીટી ક્ષમતા વિકાસ યોજના હેઠળ આઈટી કેન્દ્ર સ્થાપ્યું હતું.
ભારતે વર્ષ ૨૦૦૪માં કેરેબીયન દેશો પર ત્રાટકેલા ચક્રવાતી વાવાઝોડાની આપત્તી વખતે બે લાખ અમેરિકી ડોલરની દવાઓ માનવતાના ધોરણે આપી હતી.
એવી જ રીતે સબીના પાર્ક ફલડ લાઈટો ગોઠવવા ૨૧ લાખ અમેરિકી ડોલરની સહાય આપવા ભારત-જમૈકા વચ્ચે સમજૂતી કરાર થયા હતા.
વેપાર ક્ષેત્રે કદની દૃષ્ટિએ બહુ પ્રગતિ સાધી શકાઈ નથી – વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતથી – જમૈકામાં થતી નિકાસ ચાર કરોડ ૩૪ લાખ અમેરિકી ડોલર જેટલી હતી જ્યારે આયાત ૧૧ લાખ ડોલર જેટલી હતી.
વર્ષ ૨૦૧૭-૧૮માં એપ્રિલથી જૂનના સમયગાળામાં જમૈકાથી થયેલી આયાત ૨૯ લાખ અમેરિકી ડોલરની જ્યારે નિકાસ એક કરોડ ૧૨ લાખ ડોલરની રહી છે.
ભારતથી જમૈકામાં કરાતી નિકાસમાં દવાઓ વાહનોના પાર્ટસ, ખનીજા, કાપડ, પ્લાસ્ટીક ઉત્પાદનો વગેરેનો સમાવેશ થાય છે.
ભારત ઘણાં વર્ષોથી કેરબીયન દેશો સાથે મૈત્રીપૂર્ણો સંબંધો ધરાવે છે.
વર્ષોથી ભારતમાંથી ગયેલા ઘણાં ભારતીયો જમૈકા, ત્રિનીદાદ, ટોબાગો, ગુયાનામાં વસવાટ કરી રહ્યા છે.
જમૈકામાં આશરે ૭૦ હજાર ભારતીયો વસી રહ્યા છે, જેમના પૂર્વજા ભારતમાંથી જમૈકા ગયા હતા.
જમૈકામાં દર વર્ષે ૧૦મી મેના રોજ ઇ ન્ડયન હેરિટેજ ડેની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે.