અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતીન સિરીયા વિવાદનો રાજકીય ઉકેલ લાવવાના મુદ્દે સંમત થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતીન સિરીયા વિવાદનો સેનાના ઉપયોગ વડે ઉકેલ શક્ય નથી એ મુદ્દે સંમત થયા છે.

બંને નેતાઓએ ગઇકાલે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, સિરીયા વિવાદનો રાજકીય ઉકેલ મેળવવાથી હજારો લોકોના જીવન બચાવી શકાશે.

તેમણે કહ્યું છે કે, આઈ.એસ. ત્રાસવાદી સંગઠન સામે સાથે મળીને લડાઇ ચાલુ રહેશે. ક્રેમલીનની વેબસાઇટ ઉપર જણાવ્યા મુજબ વિયેતનામામાં યોજાઇ રહેલી એશિયા પ્રશાંત આર્થિક સહકાર પરિષદની સાથે સાથે યોજાયેલી એક બેઠકમાં બંને નેતાઓએ આવો નિર્ણય લીધો છે.