ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરાયેલી શોધમાં ઓછામાં ઓછા ૪૦૦ નાગરીકોના અવશેષો ધરાવતી સામુહિક કબરો, ક્રિકુંક રાજ્યમાં મળી આવી છે.

ઈરાકમાં કિર્કુક રાજયમાં ઈસ્લામિક સ્ટેટ જુથ દ્વારા હત્યા કરાયેલા ઓછામાં ઓછા ૪૦૦ નાગરિકોના અવશેષો ધરાવતી સામુહિક કબરો મળી આવી છે. કિર્કુક રાજયના ગવર્નર શકન સઈદે પત્રકારોને જણાવ્યું છે કે આ સામુહિક કબર કવાઈઝ શહેરથી ત્રણ કિલોમીટર પર આવેલા અલ બકારા વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી છે. જે પહેલા અમેરિકાના કબજા હેઠળનો વિસ્તાર હતો.

ઇસ્લામિક જૂથ દ્વારા ૪૦૦ નાગરીકોને જબરજસ્તી ત્યાં લાવવામાં આવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી. ઇરાકી સેનાના ૬૦મી બ્રિગેડના કર્નલ મુર્તુદા અબ્બાસે જણાવ્યુ હતું કે, આ દુર્ધટના સાક્ષીઓએ મૃતકોના  પાર્થિવોને કબરસ્તાન પહોંચાડ્યા હતા.