ઇરાન અને ઈરાક વચ્ચેના ઉત્તરીય સીમા વિસ્તારમાં ૭.૩ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ૧૦૦ લોકોના મૃત્યુ થયા છે.

ઇરાન અને ઈરાક વચ્ચેના ઉત્તરીય સીમા વિસ્તારમાં ૭.૩ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ૧૦૦ લોકોના મૃત્યુ થયા છે અને હજાર જેટલી વ્યÂક્તઓને ઈજા થઈ છે.

ઈરાકી અધિકારીના જણાવ્યા મુજબ સુલૈમાનીયાહ પ્રાંતમાં ૩૦થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકોને ઈજા થઈ છે.

ઇરાનના સત્તાવાર અહેવાલ મુજબ પશ્ચિમ ઇરાનમાં ૬૧ લોકોના મૃત્યુ થયા છે તથા ઈરાકમાં વધુ ચાર લોકોના મોતના અહેવાલ છે. આ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપને કારણે ભયથી લોકો ઘરો છોડીને ગલીઓ અને રસ્તાઓ પર આવી ગયા હતા.

ઈરાનની સમાચાર ચેનલ આઈ.આર.આઈ.એન.એન.એ જણાવ્યું છે કે બચાવ દળોને દેશના પશ્ચિમ ભાગોમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈરાનની રેડ ક્રેસેન્ટ સંસ્થાના વડા મોરતેઝા સલીમે કહ્યું હતું કે ઓછામાં ઓછા આઠ ગામોમાં નુકસાન થયું હોવાના અહેવાલ છે. અમેરિકાના જીઓલોજીકલ સર્વેએ જણાવ્યું છે કે ગઈકાલે ઈરાકી શહેર હલાબ્જાની દક્ષિણમાં ૩૩.૯ કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપ આવ્યો હતો.

તુર્કી, કુવેત, અરમેનિયા, જાર્ડન, લેબેનોન, સાઉદી અરેબિયા, કતાર અને બહેરીન દેશોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા છે.