દેશની બધી જ ગ્રામ પંચાયતોને  માર્ચ ૨૦૧૯ સુધીમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સેવાથી જાડવાના ભારત નેટ યોજનાના બીજા અને આખરી તબક્કાનો આજથી આરંભ કરાશે.

કેન્દ્ર સરકાર દેશની બધી જ ગ્રામ પંચાયતોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ સેવાથી જાડવાના ભારત નેટ યોજનાના બીજા અને આખરી તબક્કાનો આજથી આરંભ કરશે.

કુલ ૩૪ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના અમલમાં મુકાશે.

આજે દિલ્હીમાં દૂરસંદેશા વ્યવહાર વિભાગ દ્વારા યોજાનારી એક પરિષદમાં ભારત નેટ યોજનાના બીજા તબક્કાના અમલીકરણની સમજૂતી ઉપર રાજ્યો હસ્તાક્ષર કરશે.

બીજા તબક્કામાં દેશભરની દોઢ લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડની સુવિધા અપાશે.

રાજ્યોના માહિતી અને ટેકનોલોજી મંત્રીઓ તથા સચિવો અને સર્વિસ પ્રોવાઇડરો આજે દિલ્હીમાં યોજાનારી પરિષદમાં ભાગ લેશે.

યોજનાના પહેલા તબક્કામાં એક લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડની માળખાકીય સુવિધા તથા ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.