પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના મનીલામાં આજે સવારે યોજાનાર આસીયાન શિખર પરિષદના ઉદ્‌ઘાટન સમારંભમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના મનીલામાં આજે સવારે યોજાનાર આસીયાન શિખર પરિષદના ઉદ્‌ઘાટન સમારંભમાં ભાગ લેશે.

ઉદ્‌ઘાટન સમારંભ બાદ શ્રી મોદી મનીલામાં આવેલા મહાવીર ફાઉન્ડેશન તથા આંતરરાષ્ટ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર – આઈ.આર.આર.આઈ. સંસ્થાની મુલાકાત લેશે.

શિખર પરિષદની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ રોડ્રીગો દુતેર્તે સાથે પણ આજે મંત્રણા કરશે.

શ્રી નરેન્દ્ર મોદી આસીયાન અને પૂર્વ એશિયા પરિષદમાં ભાગ લેવા મનીલા આવેલા વિશ્વના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે આસિયાન વેપાર અને રોકાણ પરિષદમાં સંબોધન કરશે તથા ફિલિપાઇન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળશે.

અત્ર ઉલ્લેખનીય છે કે આસિયાન સંગઠનના ૧૦ દેશોમાં ફિલિપાઇન્સ સિંગાપુર, થાઇલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. અને ભારત વર્ષ ૨૦૧૨થી વ્યૂહાત્મક ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે.