4 થી ભારત-કેનેડા વાર્ષિક સામાન્ય દાન આજે શરૂ થાય છે

ભારત-કેનેડા વચ્ચેની મંત્રીસ્તરની ચોથી વાર્ષિક બેઠક આજે દિલ્હીમાં યોજાશે.

વાણિજ્યમંત્રી સુરેશ પ્રભુના વડપણ હેઠળનું ભારતનું, જ્યારે કેનેડાના વેપારમંત્રી ફ્રેન્કોઇસ ફિલીપેના વડપણ હેઠળનું કેનેડાનું પ્રતિનિધિમંડળ આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરશે.

ભારત-કેનેડાના વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા, તથા સર્વગ્રાહી આર્થિક સમજૂતીના ઝડપી અમલ માટે આજની બેઠકમાં ધ્યાન કેન્દ્રીત કરાશે.

વસ્તુ અને સેવા – બંનેને આવરી લેતી આ સમજૂતી પ્રગતિશીલ, સંતુલીત તથા પરસ્પર લાભદાયી છે.

હાલ કેનેડામાં ભારતીય મૂળના બાર લાખથી વધુ નાગરિકો છે, જે કુલ લોકવસતીના ત્રણ ટકા જેટલા થાય છે.