ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીઓ માટે આજે જાહેરનામુ બહાર પડાશે.

રાજ્ય વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પ્રક્રિયાનો વિધીવત આરંભ થશે. આજે ૧૪મી નવેમ્બરે, વિધાનસભાની આગામી નવમી ડિસેમ્બરે યોજાનારી પહેલા તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડશે. તે સાથે જ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ થશે.

ઉમેદવારીપત્રો ૨૧મી નવેમ્બર સુધી ભરી શકાશે અને બાવીસમીએ તેમની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૪મી નવેમ્બર છે. પહેલા તબક્કામાં ૯મી ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી ૧૮મી ડિસેમ્બરે યોજાશે. એવી જ રીતે ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકોની ચૂંટણી બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરે યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું વીસમી નવેમ્બરે બહાર પડાશે.