૧૦મી દક્ષિણ એશિયા શિખર પરિષદ આજે કાઠમંડુમાં શરૂ થશે.

૧૦મી દક્ષિણ એશિયા આર્થિક શિખર પરિષદ આજે કાઠમંડુમાં શરૂ થશે. ૩ દિવસ ચાલનારી આ શિખર બેઠકનો કેન્દ્રવર્તી વિચાર છે.

‘‘દક્ષિણ એશિયાના સમાવેશી અને ટકાઉ વિકાસ માટે આર્થિક સહકાર ગાઢ બનાવવો.’’ નેપાળના રાષ્ટ્રીય આયોજન પંચ અને વાણિજ્ય મંત્રાલય તથા વેપાર, આર્થિક અને પર્યાવરણ વિષેના દક્ષિણ એશિયા દેખરેખ સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે આ પરિષદનું આયોજન કરાયું છે. નેપાળના આયોજનપંચના ઉપાધ્યક્ષ ડોક્ટર સ્વર્ણીમ વાગલેએ જણાવ્યું હતું કે શિખર બેઠક દક્ષિણ એશિયાના વિકાસ માટે ખાસ ભાર મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ એશિયાના મંત્રીઓ, સાંસદો, રાજદૂતો, ભૂતપૂર્વ સાંસદો, સરકારી અધિકારીઓ, સંશોધકો, ખ્યાતનામ તજજ્ઞો, ચિંતકો સહિત જેટલા અગ્રણીઓ તેમાં ભાગ લેવા નેપાળ પહોંચી ગયા છે.