૩૭મો ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં પ્રારંભ થશે.

૩૭મા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આજે દિલ્હીના પ્રગતિનગર મેદાન ખાતે શરૂ થશે. ઇન્ડીયા ટ્રેડ પ્રમોશન ઓર્ગનાઇઝેશન દ્વારા આયોજીત આ ૧૪ દિવસીય વાર્ષિક કાર્યક્રમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્‌ઘાટન કરાશે.

આ વર્ષે આ ટ્રેડ ફેરનો મુખ્ય વિષય છે – સ્ટાર્ટ અપ ઇન્ડીયા સ્ટેન્ડ અપ ઇન્ડીયા. આ ટ્રેડ ફેરમાં વિયેતનામ સહભાગી દેશ છે જ્યારે કીર્ગસ્તાન પર વિશેષ ધ્યાન આપશે.